કોઈ પણ અજાણી લિંક ઓપન ન કરો. લિંક ઓપન કર્યા પછી તે ક્યા દોરી જાય છે, એ પહેલા ચકાશો. મેઈલમાં અજાણી ઈમેજ પર કે અજાણ્યા અટેચમેન્ટ પર ક્લિક કરવી જ નહીં.
આપણો ઈ-મેઈલ, બેંક સાથે સાથે જોડાયેલ મોબાઈલ નંબર, વ્યક્તિગત અને નાણાકીય માહિતી અજાણ્યા વ્યક્તિને આપવી જ નહીં.
લોન આપવી,જોબ અપાવવી, ઇનામ જીત્યા છો એવી લોભામણી જાહેરાતોથી દૂર જ રહેવું.
કોઈ પણ બેંક આપણું બેંક એકાઉન્ટ ઈમરજન્સીમાં બંધ કરતા નથી. એટલે એકાઉન્ટ બંધ થઈ જવાના ડરથી કોઈ માહિતી અજાણ્યા વ્યક્તિને આપવી નહીં. ખાતરી કરવા માટે બેંકની રૂબરુ મુલાકાત લેવી, એ જ સૌથી વધુ હિતાવહ છે.
પોતાના પર્સનલ ડોક્યુમેન્ટ કોઈ અજાણ્યાને આપવા નહીં. કેમ કે આપણા ડોક્યુમેન્ટ પરથી કોઈ લોન લઈ શકે છે.
કોઈ પણ પ્રકારના ATM Password, ATM Detail કે કોઈ પણ પ્રકારના OTP કોઈની સાથે શેર કરવા નહીં. કેમ કે તેમાં છેતરપિંડી થવાની પુરેપુરી સંભાવના છે. જો બીજો કોઈ વ્યક્તિ OTP માંગે છે તો એ વ્યક્તિ તમારા એકાઉન્ટ માંથી ટ્રાન્ઝેકશન કરવાની ટ્રાય કરે છે.
કોઈ પણ અજાણી સાઈટ પર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા બેંક ડીટેલ નાખવી નહીં. તેમ જ અજાણ્યા ડિજિટલ લોકરમાં પાસવર્ડ કે ડોક્યુમેન્ટ મુકવા નહીં.
કોઈ પણ પેમેન્ટ કરતા પહેલા વેબસાઈટ એડ્રેસ પર સિક્યોર છે કે નહીં તે ખાસ ચેક કરી લો. સિક્યોર એડ્રેસ https:/ થી શરૂ થાય છે, જયારે બીજા બધા એડ્રેસ http:/ થી શરૂ થતા હોય છે.
‘KYC પેન્ડિંગ છે, જો KYC વેરીફાઈ નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે.’ આવા ફોન આવી શકે છે; પણ તે સાચું માની લેવું નહીં. કેમ કે કોઈ પણ બેંક પોતાના કસ્ટમરનું એકાઉન્ટ આટલું જલ્દી બંધ કરતી નથી.
કોઈ વ્યક્તિનો કોલ આવે અને આપણને કોઈ પણ પ્રકારનો ખ્યાલ ન આવે તો થોડી રાહ જોવી અથવા આપણા પરીચિત કોઈ અનુભવી કે આ બાબતના નિષ્ણાંત હોય એવા વ્યક્તિને જાણ કરી તે કહે તે પ્રમાણે કરવું.
જો કદાચ કંઈ ફ્રોડ થઈ જાય તો તરત જ જે તે બેંક કે નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી આપવી અને સાયબર ક્રાઇમ વિભાગનો કોન્ટેક્ટ કરવો.
આપણને ફોન કરીને વાત લંબાવી આપણી જાણ બહાર આપણા મોબાઈલમાં કોઈ એવી સિસ્ટમ / એપ્સ દ્વારા આપણા ફોનની માહિતી લઇ સીમકાર્ડ ઓપરેટ કરી બેંક એકાઉન્ટ, પાસવર્ડ જેવી ડીટેઇલ લઇ એકાઉન્ટમાંથી ગણતરીની સેકેન્ડમાં પૈસા ટ્રાન્સફર કરી લે છે. તેથી અજાણ્યા ફોન માં લાંબી વાત કરવી નહીં.
ATM મશીન માંથી પૈસા ઉપાડવા જાવ તો ધ્યાન રાખવું કેમ કે એમાં અગાઉથી ફીટ કરેલ સ્કીમર મશીન થી આપણા કાર્ડનું ડુપ્લિકેશન કરી લે, જેથી આપણા કાર્ડની ડિટેઇલકોપી થઈ જાય અને ત્યારબાદ તે ક્લોનિંગ કરેલ કાર્ડથી લાખો રુપિયાની છેતરપીંડી થાય છે.